લોકડાઉન દરમિયાન  એપ્રેન્ટીસીસને સ્ટાઇપન્ડ ની પુરેપુરી ચુકવણી કરવામાં આવશે ??

Apprenticeship Stipend During this Lock dawn due to COVID-19
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનીયોરશીપ ના તારીખ 30.03.2020 ના રોજ ના ગેઝેટ ની માહિતી


એપ્રેન્ટિસ એક્ટ, 1961 ના સંદર્ભ મુજબ 2014 સુધી સુધારેલા અને એપ્રેન્ટિસશીપ રૂલ્સ, 1992 ની સુધારણા 2019 સુધી કરવામાં આવી છે, નિયમ 7 ની પેટા નિયમ 2 (બી) માં જણાવાયું છે કે ,જેમાં નીચે મુજબ ની મુખ્ય સ્પષ્ટતાઓ કરી શકાય તેમ છે.



કોઈ સંસ્થામાં હડતાલ અથવા લોકઆઉટ અથવા છટણીને લીધે જો કોઈ તાલીમાર્થી એપ્રેન્ટિસ ને તેની બાકી રહેલી  એપ્રેન્ટિસશીપ તાલીમનો સમયગાળો પૂરો કરવામાં અસમર્થ હોય તો, અને તેમાં તે  તાલીમાર્થી નિમિત્ત ન હોઈ તો ,તેની તાલીમ નો સમયગાળો જેટલા દિવસ આવા કારણો ના લીધે અધૂરો રહ્યો હોય તેટલા દિવસ સુધી લંબાવવામાં આવશે કારણ કે તેને તેટલા દિવસ નો સ્ટાઇપન્ડ  ચુકવેલ હોય છે. અને આવી હડતાલ અથવા તાળાબંધી અથવા લે-ઓફ ના સમયગાળા દરમિયાન અથવા છ મહિનાના મહત્તમ સમયગાળા દરમિયાન, જે પણ ઓછું હશે તે માટે વળતર ચૂકવવામાં આવશે.

Clarification on payment of stipend to apprentices during this lock down due to COVID-19

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, કોવિડ 19 રોગચાળાને કારણે ભારત સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉન મુજબ,બધી સંસ્થાઓ આ સમયગાળા દરમિયાન નિયુક્ત અને વૈકલ્પિક બંને સમયપત્રક હેઠળ તેમના સંબંધિત મથકોમાં રોકાયેલા એપ્રેન્ટિસને લાગુ પડતાં સંપૂર્ણ સ્ટાઇપન્ડ  ચૂકવશે.

Clarification on payment of stipend to apprentices during this lock down due to COVID-19


વધુમાં, રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ પ્રમોશન યોજના (એન.એ.પી.એસ.) હેઠળના સ્થાપનાઓને વળતરની ભરપાઈ એન.એ.પી.એસ. ની માર્ગદર્શિકા મુજબ લોકડાઉન સમયગાળા માટે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.

વધુ નવું વધુ જૂનું