આ ચમત્કારિક હનુમાન મંદિરમાં દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામના થાય છે પૂર્ણ

સુરત શહેરના સંગ્રામપુરા વિસ્તાર ખાતે આવેલું ક્ષેત્રપાળ હનુમાન મંદિર કે, જ્યાં દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરમાં મુખ્યત્વે ત્રણ મૂર્તિઓ છે. 

એક ક્ષેત્રપાળ હનુમાનજીની મૂર્તિ, બીજી કાળભૈરવ અને ત્રીજી બટુક ભૈરવની મૂર્તિ છે. લોકોના જણાવ્યા અનુસાર આશરે 400થી 450 વર્ષ જૂનું આ મંદિર હોવાનું કહેવાય છે. અહીં દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે.


શહેરોના સૌથી પ્રખ્યાત મંદિરોમાંથી એક મંદિર એટલે ક્ષેત્રપાળ હનુમાન મંદિર. જે સુરત શહેરના સંગ્રામપુરા વિસ્તાર ખાતે આવેલું છે, જેમાં મુખ્યત્વે ત્રણ મૂર્તિઓ છે. એક ક્ષેત્રપાળ હનુમાનજીની મૂર્તિ, બીજી કાળભૈરવ અને ત્રીજી બટુક ભૈરવની મૂર્તિ છે. અહીં લોકોને ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. કહેવાય છે કે, દરેક લોકોને મનોકામના અહીં પૂર્ણ થાય છે. અહીં દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે. તેમજ આ મંદિર વર્ષો જૂનું હોવાથી તેનો મહિમા પણ અનેરો છે. બીમારી તેમજ અન્ય કોઈપણ સમસ્યા અહીં દૂર થાય છે, તેવી લોકોની માન્યતા છે.
ક્ષેત્રપાળ હનુમાનજી મંદિર એ સુરત શહેરમાં ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે. જે વર્ષો જૂનું એટલે કે, આશરે 400થી 450 વર્ષ જૂનું આ મંદિર હોવાનું કહેવાય છે. અહીં ત્રણ મૂર્તિઓ છે, જેમાં ક્ષેત્રપાળ હનુમાનજીની જે મૂર્તિ છે, તે ક્ષેત્રની રક્ષા માટે છે. આ ઉપરાંત કાળભૈરવની મૂર્તિ કાળની સામે આપણને રક્ષણ પૂરું પાડે છે. તેમજ ભૈરવનું બાળ સ્વરૂપ એટલે જે બટુક ભૈરવની મૂર્તિ છે, તે નાના બાળકોના રક્ષણ માટે છે.


રક્ષા માટે રક્ષા સૂત્ર આપવામાં આવે છે

વર્ષો જૂના આ મંદિર સાથે લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. તેમજ આ મંદિરમાં અભિમંત્રિત કરેલા રક્ષા સૂત્ર પણ લોકોના રક્ષણ માટે આપવામાં આવે છે. આ ઉપરાંત નજર ઉતારવા માટે પીછી પણ મારી આપે છે. શનિવારે અને મંગળવારે અહીં ભક્તોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. ભક્તો દૂર દૂરથી અહીં દર્શનાર્થે આવતા હોય છે.

અહીં ક્ષેત્રપાળ ભૈરવની પણ મૂર્તિ આવેલી છે, જેના દર્શન વર્ષમાં માત્ર બે જ વાર થાય છે. એક તો નવા વર્ષના દિવસે એટલે કે, કારતક સુદ એકમ અને ભૈરવની સાલગીરા એટલે કારતક આઠમ. આ બે ક્ષેત્રપાળ ભૈરવના દર્શન થાય છે. આ દિવસે અહીં અન્નકૂટ પણ કરવામાં આવે છે. ત્યારબાદ ભજન સંધ્યા અને આરતીનું આયોજન કરવામાં આવતું હોય છે.

દરેક પ્રકારની માનતા પૂર્ણ થાય છે

આ મંદિરમાં જળ પ્રસાદી પણ રાખવામાં આવે છે, જેનાથી કોઈપણ પ્રકારની માંદગી દૂર થાય છે. તેમજ અડચણરૂપ વસ્તુ હોય, તે પણ દૂર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિને તાવ કે, કોઈપણ અન્ય સમસ્યા હોય તો અહીં જળ પ્રસાદી તેમજ પીંછી મારી આપવામાં આવે છે. અહીં ત્રણ દિવસ પીછી મરાવાની હોય છે. તેમજ જળ પ્રસાદી ત્રણથી ચાર દિવસ સુધી એક બોટલ પૂરી કરવાની હોય છે. તેવી રીતે કુલ 11 બોટલ પૂરી કરવાની હોય છે. ક્ષેત્રફળ મંદિરના પૂજારી વિક્રાંત દિનેશ અધ્વર્યું સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, લગભગ તેમની આઠ પેઢીથી આ મંદિરનું સંચાલન થતું આયુ છે.


શ્રી ક્ષેત્રપાલ હનુમાનજી મંદિર સગરામપુરા ખાતે આવેલું છે; સુરત ભારતના ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો છે.

 આ ઐતિહાસિક મંદિર ખૂબ જ પ્રાચીન છે અને અહીં શ્રી ક્ષેત્રપાલ હનુમાનજી દાદા, કાલ ભારવજી દાદા અને બટુક ભારવજી દાદાની પૂજા થાય છે.

 એવું કહેવાય છે કે 1625માં કારતક સુદ 5ના દિવસે કેટલાક તાંત્રિકોએ પોતાના પ્રયોગોની મદદથી ત્રણ જીવંત વૃક્ષોને આકાશમાં છોડી દીધા હતા. આ વૃક્ષો જોઈને મંદિરના પૂર્વજોએ વિચાર્યું છે કે આ વૃક્ષોની અવગણના કરવામાં આવશે, જેથી "મા ભગવતી ત્રિપુરી સુંદરી" અને "શ્રી કાલ ભૈરવ દાદા" નું આહ્વાન કરીને વૃક્ષો જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યા હતા.

 જે વૃક્ષ તાડ હતું તે નવસારીની બજારમાં થેર-તલાવડીના કિનારે ખેતરમાં પાળ્યું અને પછી શ્રી ક્ષેત્રપાલ હનુમાનજી, કાળભૈરવજી અને બટુક ભૈરવજી ત્યાં સ્વયં પ્રગટ થયા.

 શ્રી ક્ષેત્રપાલ ભૈરવજીની સ્થાપના ભૂગર્ભમાં થઈ હતી. આમ, નીચે ઉતરી જતાં વૃક્ષોને બચાવી લેવાયા હતા.

 આજે તેમના જન્મના વર્ષો પછી શ્રી ક્ષેત્રપાલ હનુમાનજી મંદિરની મધ્યમાં બિરાજમાન છે.

 સુરત તાપી નદીના દક્ષિણ કિનારે સમુદ્રથી લગભગ 14 કિલોમીટર દૂર આવેલું છે. તે મુંબઈથી ગુજરાત તરફનું પહેલું મોટું શહેર છે અને દક્ષિણ ગુજરાતની શોધખોળ માટે સારો આધાર બનાવે છે. સુરત એક સમયે તેના રેશમ વણાટ અને બ્રોકેડ માટે પ્રખ્યાત હતું.

 સુરત તેના ખોરાક, કાપડ અને હીરા માટે પણ પ્રખ્યાત છે. વિશ્વના 90 ટકાથી વધુ રફ હીરાને સુરત પોલિશ કરે છે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.

વધુ નવું વધુ જૂનું