ગુજરાતમાં ઔધોગિક એકમો માટે જાહેર કરાઈ   પર પ્રાંતિય કામદારો માટે ગાઈડલાઈન, નિયમોનો ભંગ કરનારને ફટકારાશે 5 લાખ સુધીનો દંડ .





કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં દેશમાં અલગ અલગ રાજ્યોમાં રહેલા પરપ્રાતિઓ પોતોના વતન પહોંચાડવા સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા ખુબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જ્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા અનલોકમાં આપેલી છૂટછાટને લઇને હવે તમામ શ્રમિકો પરત ફરી રહ્યા છે. તેવામાં ગુજરાત સરકાર  દ્વારા ગાઈડલાઈન બહાર પાડી છે. અને જો કોઈ આ ગાઈડલાઈનનો ભંગ કરશે તો તેની સામે 10 હજારથી 5 લાખ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ગુજરાત સરકાર  દ્વારા બહાર પાડવામાં આવેલી પરપ્રાાંતિ કામદારો માટે  ગાઈડલાઈન

મનપા દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનનું નોકરીદાતાએ ચુસ્ત પાલન કરવું પડશે.
• ગાઈડલાઈનના ભંગ બદલ 10 હજારથી 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે
• અનલોકમાં વતનથી પરત ફરી રહેલા કારીગરો કોવિડના તપાસનો ખર્ચ નોકરીદાતાનો રહેશે
• ટેસ્ટ બાદ કોઈપણ કર્મચારીમાં લક્ષણ દેખાશે તો તેમને કોરન્ટાઈન કરીને હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવાનું રહેશે
• બહારથી કામ માટે આવેલા લોકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે
• કામગીરી માટે આવતા તમામ કામદારોને એન્ટીબોડી ટેસ્ટ કરાવાનો રહેશે, જેનો ખર્ચ નોકરી આપનારે ભોગવવાનો રહેશે
• સંસ્થાના નોટીસ બોર્ડ પર કોરોના અટકાવવા માટેની તકેદારીઓ નોંધ અને હેલ્પલાઈન નંબરો  લખેલા રહેશે
• સંસ્થાએ માસ્ક, સેનિટાઈઝર અને સોસિયલ ડિસ્ટન્સ જળવા તેનું ધ્યાન રાખવું પડશે
• સંસ્થામાં આકાસ્મિક ચકાસણી કરાશે અને કોઈપણ નિયમોનો ભંગ થતો દેખાશે તો સંસ્થાને દંડ ફટકારવામાં આવશે
• જિલ્લા  મેજિસ્ટ્રેટ આ પ્રકાર ની  કામગીરી માટે નોડલ ઓફીસરની નિમણૂક કરશે

Details advisory by central government for migrant workers I કેન્દ્રસરકારે સ્થળાંતર કામદારોના કલ્યાણ પર વિગતવાર સલાહ આપી

Post a Comment

Please do not enter any spam link in the comment box.

વધુ નવું વધુ જૂનું